સ્વદેશી કોરોના વેક્સિનનું માનવ પરીક્ષણ શરૂ, 14 રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં ટ્રાયલ
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડો. હર્ષવર્ધને કહ્યું કોરોના મહામારી સામે આપણે જલદી જીત પ્રાપ્ત કરીશુ - સ્વદેશી કોરોના વેક્સીનનું માનવ પરીક્ષણ શરુ - કોરોનાની સ્થિતિની સમીક્ષા માટે બિહારની મુલાકાત લેશે કેન્દ્રિય ટીમ - ઉત્તરાખંડમાં વીકેન્ડ લોકડાઉન લાગુ - દેશમાં 6 લાખ 53 હજારથી વધુ લોકો થયા કોરોનમુક્ત
દેશમાં કોરોના અંગે કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને સારા સમાચાર આપ્યા છે.જેમને જણાવ્યું કે, સ્વદેશી કોરોના વેક્સીનનું માનવ પરીક્ષણ શરુ થઇ ગયું છે. દેશના 14 રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ટ્રાયલ થઇ રહ્યું છે.વધુમાં તેમને જણાવ્યું કે, આપણે જલ્દી જ આ મહામારી પર જીત પ્રાપ્ત કરી લઈશું.
ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે તો સામે સંક્રમણ મુક્ત થઈને સ્વસ્થ થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં કોવિડ-19નો રિકવરી રેટ 63.33 ટકા જેટલો થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં સંક્રમણના કુલ 3 લાખ 42 હજાર 473 સક્રીય સંક્રમિત કેસ છે.
અત્યાર સુધીમાં 6 લાખ 35 હજાર 756 દર્દીઓ સંપૂર્ણ રીતે સંક્રમણ મુક્ત થઈને સ્વસ્થ થઈ ગયાં છે. જ્યારે 25 હજાર 602 લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. બીજી તરફ સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે કેટલાંક રાજ્યોએ ફરી લોકડાઉન અમલી બનાવ્યું છે. જે અંતર્ગત ઉત્તરાખંડમાં વધતા સંક્રમણના કેસને લઈને પ્રત્યેક શનિવાર અને રવિવારે પૂર્ણ લોકડાઉનનો નિર્ણય લેવામાં આવ્યો છે. અરૂણાચલ પ્રદેશમાં 20 જૂલાઈની સવાર સુધી લોકડાઉન અમલી છે. ગોવામાં ત્રણ દિવસનું લોકડાઉન લગાવવામાં આવ્યું છે.
