ભારતમાં કોરોનાને પગલે પહેલીવાર 'ડાયાલિસિસ ઑન વ્હીલ' પ્રોગ્રામ લૉન્ચ
Live TV
-
કોવિડ-19 મહામારીના પગલે દર્દીઓ અને નેફ્રોલૉજિસ્ટ્સે હોમ હીમોડાયાલિસિસને અપનાવવાનું શરૂ કરી દીધું છે.
હાલની પરિસ્થિતિના કારણે ડાયાલિસિસ કરાવનાર દર્દીઓને વારંવાર હોસ્પિટલના ધક્કા ખાવા પડતા હોય છે, એવામાં ઈમ્યુનિટીના પ્રશ્નો ઉભા થાય છે. પરિણામસ્વરૂપે સામાન્ય લોકોની તુલનામાં આવા દર્દીઓની સંક્રમિત થવાની શક્યતા વધી જાય છે.
આ જરૂરિયાત સાથે દર્દીઓએ સમાધાન ન કરવું પડે તે માટે ભારતમાં પહેલો 'ડાયાલિસિસ ઑન વ્હીલ' પ્રોગ્રામ લૉન્ચ કરવામાં આવ્યો છે, જેમાં દર્દીઓનું ડાયાલિસિસ એમ્બ્યુલન્સમાં જ થઈ શકશે અને આ એમ્બ્યુલન્સ ઘરે પણ આવી શકશે.
હવે દર્દીઓએ લાંબી મુસાફરી કરીને ડાયાલિસિસ માટે જવું નહીં પડે અને સાથે જ દર્દીના સંબંધીઓએ પણ સમય નહીં બગાડવો પડે. ભારતમાં પહેલી વાર મોબાઈલ વાનની શરૂઆત દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ, ગાજિયાબાદ અને નોયડામાં થશે.
