Skip to main content
Settings Settings for Dark

ઈન્ડિયા એક્સ્પો સેન્ટરમાં પેટ્રોટેક 2019નું PM મોદીએ કર્યું ઉદ્દઘાટન

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડા સ્થિત ઈન્ડિયા એક્સ્પો સેન્ટરમાં પેટ્રો ટેક 2019નું ઉદઘાટન કર્યું હતું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, દેશના સામાજીક અને આર્થિક વિકાસ માટે ઉર્જા એક મહત્વપૂર્ણ સ્ત્રોત છે.

    તેમણે વધુમાં કહ્યું કે, દુનિયાભરમાં ઉર્જાના ક્ષેત્રમાં ઘણા પરિવર્તન થઈ રહ્યા છે. પ્રધાનમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ઉર્જાનો પુરવઠો તેના સ્ત્રોત અને તેની વપરાશની પદ્ધતિઓમાં ઝડપથી બદલાવ થઈ રહ્યા છે. પેટ્રોટેક 2019 ભારતનું પ્રમુખ હાઈડ્રો કાર્બન સંમેલન ,મનાય છે. ભારત સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસમંત્રાલય તરફથી આયોજીત આ કાર્યક્રમના 13માં આંતરરાષ્ટ્રીય તેલ અને ગેસ સંમેલન સાથે પ્રદર્શનીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. 

    10થી 12 ફેબ્રુઆરી સુધી આયોજીત ,ત્રણ દિવસના આ કાર્યક્રમમાં એ બતાવવામાં આવશે કે કેવી રીતે ,ભારતના તેલ અને ગેસ ક્ષેત્રમાં હાલની બજારની પરિસ્થિતિ અને રોકાણકારોને અનુકૂળ વિકાસ થયો છે. આ પેટ્રો ટેક 2019માં 70 દેશોના સાત હજારથી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2024 Max Temp : °C Min Temp : °C
apply