ઈમરજન્સીને લઈને કોંગ્રેસ પર ગૃહમંત્રીએ કર્યાં આકરા પ્રહાર
Live TV
-
45 વર્ષ પહેલાં એક પરિવારની સત્તાની લાલચે દેશમાં લગાવી હતી ઇમરજન્સી, એક પરિવારનું હિત, પાર્ટીના હિત અને રાષ્ટ્રીય હિત પર થયુ હતું હાવિઃ અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દેશમાં ઈમરજન્સીના 45 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું હતું. આ અંગે તેમણે ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, આજના દિવસે 45 વર્ષ પહેલાં એક પરિવારની સત્તાની ભૂખના કારણે દેશમાં આપાતકાલ લાગુ થયો હતો.
રાતોરાત દેશને જેલમાં બદલી નાખવામાં આવ્યો હતો. પ્રેસ., ન્યાયાલય., બોલવાની આઝાદી., તમામને કચડી નાખવામાં આવ્યાં હતાં. ગરીબો અને દલિતો પર અત્યારચાર આચરવામાં આવ્યો હતો. લાખો લોકોના પ્રયાસના કારણે આ ઈમરજન્સી હટાવવામાં આવી હતી.
ભારતમાં લોકતંત્રનું પુનઃ સ્થાપન થયું પરંતુ કોંગ્રેસ પાર્ટીમાં તેની ગેરહાજરી જોવા મળી. એક પરિવારનું હિત પાર્ટીના હિત અને રાષ્ટ્રીય હિતો પર હાવી રહ્યું હતું અને આ ખેદજનક સ્થિતિ આજની કોંગ્રેસમાં હજી પણ છે.
