ઉત્તરાખંડમાં બની રહેલ "બજરંગ સેતુ"નું બાંધકામ જુલાઈ 2023 સુધીમાં પૂર્ણ થશે
Live TV
-
ઉત્તરાખંડમાં એશિયાનો બીજો અને દેશનો પ્રથમ કેબલ સસ્પેન્શન બ્રિજ "બજરંગ સેતુ" ઋષિકેશમાં બનાવવામાં આવી રહ્યો છે. આ પુલ ઋષિકેશમાં પ્રખ્યાત લક્ષ્મણ ઝુલાની બાજુમાં બનાવવામાં આવી રહ્યો છે. લક્ષ્મણ ઝુલાને સુરક્ષાના કારણો સર ગયા વર્ષથી બંધ કરવામાં આવ્યો છે. કારણ કે લક્ષ્મણ ઝુલા રાહદારીઓ માટે સલામત ન હોવાથી તેને બંધ કરવામાં આવ્યોછે. પ્રસાસન દ્વારા મળતી માહિતી પ્રમાણે લક્ષ્મણ ઝુલાને માત્ર ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો છે પરંતું તેને તોડવામાં નહી આવે, તેને હેરિટેજ પુલ તરીકે સાચવવામાં આવશે. નવો બની રહેલ બજરંગ સેતુ માટે 67 કરોડનું બઝેટ ફાળવવામાં આવ્યું છે. હાલ પુલપર કામ કરીરહેલ ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું છે કે સંભવત જુલાઈ 2023 સુધીમાં આ સેતુનું કામ સંપુર્ણ પણે સપાપ્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
