Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં ઠંડીનો  કહેર યથાવત, માઉન્ટ આબુમાં છેલ્લાં બે દાયકાનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો

Live TV

X
  • ઉત્તર ભારતમાં ઠંડા પવનો અને ધુમ્મસનો પ્રકોપ ચાલુ છે. રાજસ્થાનમાં ભારે ઠંડા પવનોની સ્થિતને ધ્યાને રાખીને મોટાભાગના જિલ્લાના સરકારી અને ખાનગી શાળાઓમાં રજાઓ વધુ બે દિવસ આપવામાં આવી છે. ચૂરુ, ફતેહપુર, માઉન્ટ આબુ તથા જયપુરમાં ન્યૂનતમ તાપમાન માઈનસમાં ગયું છે. મોટાભાગના શહેરોમાં દિવસનું તાપમાન ઘટીને 20 ડિગ્રી સેલ્સિયસથી નીચું નોંધાયું છે. કેટલાક જિલ્લામાં ગાઢ ધુમ્મસના કારણે રેલ-રસ્તાના વ્યવહારને અસર થઈ છે. હવામાન વિભાગે ઝુંઝુનૂ, સીકર, ચૂરુ અને નાગૌર અને શ્રીગંગાનગર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે તેમજ સાત જિલ્લામાં ઓરેન્જ અને 10 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 

    ગુજરાતભરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગની આગાહીની પગલે રાજ્યમાં પાંચ દિવસ સૂંકું વાતાવરણ રહેશે. 8.1 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે નલિયા સૌથી ઠંડુગાર નગર બન્યું છે. પાટનગર ગાંધીનગરમાં ઠંડીનો પારો 9.5 ડિગ્રી પર પહોંચ્યો હતો, જ્યારે ડીસામાં ઠંડીનું તાપમાન 9.6 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 24 કલાક બાદ ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાય તેવી શક્યતા છે. માઉન્ટ આબુમાં પણ છેલ્લા બે દાયકાનો રેકોર્ડ તૂટ્યો છે. શહેરના ફ્રીઝિંગ પોઇન્ટથી માઇનસ 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયુ છે. તો અરવલ્લીના સૌથી ઊંચા શિખર ગુરુ શિકર પર માઇનસ 10 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચ્યું હતુ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply