Skip to main content
Settings Settings for Dark

સરકારે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન જાહેર કર્યું

Live TV

X
  • કેન્દ્ર સરકારે લશ્કર-એ-તોયબાના પ્રોક્સી આઉટફીટ અને આતંકી સંગઠન ધ રેજિસ્ટેંસ ફ્રંટ-(TRF) અને તેની સાથે સંકળાયેલ તમામ સંગઠનોને ગેરકાનૂની ગતિવિધિ અધિનિયમ 1967 અંતર્ગત આતંકી સંગઠન જાહેર કરી દીધા છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયે ગઈકાલે એક અધિસૂચના જાહેર કરીને આ જાણકારી આપી. અધિસૂચનામાં ધ રેજિસ્ટેંસ ફ્રંટના કમાન્ડર શેખ સજ્જાદ ગુલને પણ આતંકી જાહેર કરવામાં આવ્યો. આતંકી સંગઠન લશ્કર-એ-તોયબાને મુંબઈમાં થયેલ 2008ના આતંકી હુમલા માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો  હતો. તેની સ્થાપના કરનાર હાફીસ સઈદને સંયુક્ત રાષ્ટ્રએ આતંકી ઘોષિત કર્યો છે.

    કેન્દ્ર સરકારે લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી સંગઠન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)ને આતંકવાદી સંગઠન જાહેર કરીને તેના પર પ્રતિબંધ લગાવ્યો છે. આ સંગઠન જમ્મુ-કાશ્મીરમાં અનેક ટાર્ગેટ કિલિંગમાં સંડોવાયેલું છે. ગૃહ મંત્રાલયે ગુરુવારે મોડી રાત્રે TRF પર પ્રતિબંધ મૂકતું નોટિફિકેશન બહાર પાડ્યું હતું.

    ગૃહ મંત્રાલયે TRF કમાન્ડર શેખ સજ્જાદ ગુલ અને લશ્કર કમાન્ડર મોહમ્મદ અમીન ઉર્ફે અબુ ખુબૈબને આતંકવાદી જાહેર કર્યો છે. UAPA હેઠળ બંને પર આ કાર્યવાહી કરવામાં આવી છે. અગાઉ, સપ્ટેમ્બર 2022માં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા એટલે કે PFI પર 5 વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ તમામ સામે ટેરર ​​લિંકના પુરાવા મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply