Skip to main content
Settings Settings for Dark

સમેત શિખરને પ્રવાસન સ્થળ જાહેર કરવાનો નિર્ણય પરત ખેંચાયો

Live TV

X
  • ઝારખંડમાં આવેલા જૈનોના પવિત્ર તિર્થધામ સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના નિર્ણયનો વિરોધ કરતાં જૈન સમાજે દેશભરમાં ઉગ્ર દેખાવો કર્યા હતા. તિર્થધામને બચાવવા લાખો જૈનો રસ્તા પર ઊતર્યા હતા. જે બાબતને ધ્યાનમાં રાખીને જૈનોના વિરોધ પછી અંતે કેન્દ્ર સરકારે સમેત શિખરને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે અને એક સમિતિ બનાવવાનો નિર્ણય કર્યો છે, જેમાં જૈન સમાજમાંથી બે અને સ્થાનિક જનજાતીય સમાજના એક સભ્યનો સમાવેશ કરાશે. કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને જરૂરી પગલા લેવા પણ કહ્યું છે.સમગ્ર દેશમાં જૈનોના ઉગ્ર વિરોધને પગલે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૯ના જાહેરનામાના ખંડ ૩ની જોગવાઈઓ પર પ્રતિબંધ મૂકી દીધો છે. સાથે જ કહ્યું કે, ૨૦૧૯ના જાહેરનામા પર રાજ્ય સરકાર કાર્યવાહી કરે. પ્રવાસન, ઈકો ટૂરિઝમ પ્રવૃત્તિઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દેવાયો છે.

    ભૂપેન્દ્ર યાદવે ગુરુવારે દિલ્હીમાં જૈન સમાજના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. આ પછી યાદવે કહ્યું- જૈન સમાજને ખાતરી આપવામાં આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સમ્મેત શિખર સહિત જૈન સમાજનાં તમામ ધાર્મિક સ્થળો પર તેમના અધિકારોની રક્ષા અને જાળવણી માટે પ્રતિબદ્ધ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
apply