ઑડિશાના કેટલાક જિલ્લામાં 31 જુલાઈ સુધી આજથી સંપૂર્ણ લોકડાઉન
Live TV
-
ઓડિશા સરકારે આજે રાત્રે 9 વાગ્યાથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં 14 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન આપી દીધું છે.
સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લાઓમાં ગંજામ, ખોરઘા, કટક, જાજપુર અને રાઉરકેલા નગર નિગમ ક્ષેત્રમાં 31 જુલાઈની મધ્ય રાત્રિ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. રાજ્યના મુખ્ય સચિવ અસિત ત્રિપાઠીએ કહ્યું કે, કોરોનાવાયરસના વધતા કેસના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ દરમ્યાન તમામ દુકાનો, ઑફિસો અને સંસ્થાનો બંધ રહેશે અને લોકોના આવન જાવન પર પ્રતિબંધ રહેશે. જો કે પોસ્ટ ઑફિસ અને દૂરસંચાર કેન્દ્રો ખુલ્લા રહેશે.
આ લૉકડાઉન દરમ્યાન દવાઓ, શાકભાજી, કરિયાણાની દુકાન અને દૂધની દુકાનો સવારે 6 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ખુલ્લી રહેશે. તેની સાથે જ ખાવા પીવાની ચીજો માટે હોમ ડિલિવરીની મંજૂરી આપવામાં આવી છે.
