દિલ્હી, AIIMS ખાતે નવા OPD ભવનનું ડૉ. હર્ષવર્ધને કર્યું લોકાર્પણ
Live TV
-
આજે કેન્દ્રીય સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષવર્ધને દિલ્હી એઈમ્સ હોસ્પિટલમાં નવા 'રાજકુમારી અમૃતકૌર' OPD ભવનનું લોકાર્પણ કર્યું હતું.
આ દેશની પહેલી જાહેર હોસ્પિટલ છે, જેમાં એક આખી બિલ્ડિંગમાં ઓપીડી બનાવવામાં આવ્યું છે, જ્યાં વૃદ્ધો માટે ફિજિયોથેરાપી માટે સમર્પિત છે.
આ નવા ઓપીડી ભવનમાં 18 વિભાગ છે, જેમાંથી 16 ક્લિનિકલ અને 2 ડાયગ્નોસ્ટિક અને 270 સલાહ કક્ષ છે. દર્દીઓની સુવિધા માટે દરેક માળ પર 800-1000 રોગીઓની ક્ષમતાવાળા વેઈટિંગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ ઓપીડીના લોકાર્પણ વખતે કેન્દ્રીય આરોગ્ય મંત્રીની સાથે તેમના સહયોગી અશ્વિની ચૌબે પણ હાજર હતા.
