Skip to main content
Settings Settings for Dark

સચિન પાયલટે વિધાનસભા અધ્યક્ષ તરફથી અપાયેલ નોટિસને હાઈકોર્ટમાં પડકારી

Live TV

X
  • હાઈકોર્ટમાં આજે સચિન પાયલટ સહિત કોંગ્રેસના 19 ધારાસભ્યો અંગેની અરજી પર હાથ ધરાશે સુનાવણી. તો કોંગ્રેસ પક્ષે બે ધારાસભ્યને પક્ષના પ્રાથમિક સભ્ય પદે કરી હકાલપટ્ટી.

    રાજસ્થાનના રાજકારણમાં ગરમાવો યથાવત છે. ત્યારે કોંગ્રેસે પોતાના બે ધારાસભ્ય ભંવરલાલ શર્મા અને વિશ્વેન્દ્ર સિંહને પ્રાથમિક સભ્ય પદે બરફતરફ કર્યા છે. બંને પર પક્ષ વિરોધી ગતિવિધિમાં સંડોવણી હોવાનો આરોપ છે. આ ઉપરાંત આજે બપોરે રાજસ્થાન હાઈકોર્ટમાં સચિન પાયલટ દ્વારા દાખલ કરવામાં આવેલી 19 ધારાસભ્યો અંગેની અરજી પર સુનાવણી થશે. તો બપોરે 1 વાગ્યા સુધીમાં વિધાનસભાના અધ્યક્ષ સી.પી.જોશીએ કોંગ્રેસના તમામ 19 બળવાખોર ધારાસભ્યો પાસેથી જવાબ માંગ્યો છે.

    બીજી તરફ રાજસ્થાન હાઈકોર્ટે વિધાનસભા અધ્યક્ષને નિર્દેશ આપ્યો છે કે, તેઓ બળવાખોર ધારાસભ્યો પર સાંજના 5 વાગ્યા સુધી કોઈપણ નિર્ણય ન લે. મહત્વપૂર્ણ છે કે, ગઈકાલે સચિન પાયલટે વિધાનસભા અધ્યક્ષ તરફથી આપવામાં આવેલી અયોગ્ય કરાર સંબંધીત નોટિસને કોર્ટમાં પડકાર ફેંક્યો છે.

    નોંધનીય છે કે, રાજસ્થાન વિધાનસભાની 200 બેઠકોમાંથી કોંગ્રેસ પાસે 107 અને ભાજપ પાસે 72 બેઠકો છે. જો 19 બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય કરાર આપવામાં આવે તો વિધાનસભાની વર્તમાન સંખ્યાં ઘટીને 181 થઈ જશે જેનાથી બહુમતનો જાદુઈ આંક 91 પર પહોંચી જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply