દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 3,42,473
Live TV
-
દેશભરમાં કોરોનાથી કુલ 6,35,756 દર્દીઓ સાજા થયા
દેશમાં કોવિડ-19થી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા, સતત વધી રહી છે. દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 63 ટકા થઈ ગયો છે. સારી બાબત એ છે કે દેશમાં કોવિડ-19ના સંક્રમણનો ભોગ બનતા દર્દીઓ કરતા સંક્રમણથી મુક્ત થઈને સ્વસ્થ થતાં લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.. દેશમાં છેલ્લાં 24 કલાકમાં 22 હજાર 800થી વધુ લોકોને સંક્રમણ મુક્ત થતાં રજા આપવામાં આવી હતી.. જ્યારે નવા 35 હજાર 468થી વધુ સંક્રમણના કેસ ઉમેરાયા છે.. તો 680 જેટલાં દર્દીઓએ સંક્રમણના કારણે જીવ ગુમાવ્યો છે. છેલ્લાં 24 કલાકમાં દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8 હજાર 641 કેસ નોંધાયા છે. જ્યારે 266 લોકોનં મોત થયાં છે.. ત્યારબાદ તામિલનાડુમાં 4, 549 કેસ નોંધાયા છે... તો દિલ્હીમાં 1 હજાર 652., કર્ણાટકમાં 4 હજાર 169 કેસ નોંધાયા છે.. દેશમાં હાલ સક્રીય સંક્રમણના 3 લાખ 42 હજારથી વધુ કેસ છે.. જ્યારે અત્યાર સુધીમાં દેશમાં કુલ સંક્રમણનો આંક 10 લાખને પાર થયો છે..
