કારગિલ વિજય દિવસ@21: જ્યારે પાકિસ્તાન પર ભારે પડ્યું ભારતનું ‘ઓપરેશન વિજય'
Live TV
-
આજે કારગિલ વિજય દિવસના 21 વર્ષ પૂર્ણ થયાં છે. વર્ષ 1999માં આજના જ દિવસે , ભારતીય સેનાએ પાકિસ્તાન સામેના યુદ્ધમાં જીત વિજય હાંસલ કર્યો હતો.. ભારતીય સૈન્યના વિર જવાનોના અદમ્ય સાહસથી, દુશ્મનોના દાંત ખાંટા કરી દીધા હતાં. કારગિલ વિજય દિવસ , કારગિલ યુદ્ધમાં શહિદ થયેલા જવાનોના સન્માનમાં મનાવવામાં આવે છે. દેશની રક્ષા માટે આ વિરોની શહાદતને, આજના દિવસે સલામ કરવામાં આવે છે. રક્ષામંત્રી રાજનાથ સિંહ., Chief of defence staff General બિપીન રાવત, અને સેનાના ત્રણેય પાંખના વડા, દિલ્હીના નેશનલ વોર મેમોરિયલમાં જવાનોને શ્રદ્ધાંજલિ આપશે.. કારગિલ વિજય દિવસ પર ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂએ , ટ્વિટ સંદેશ દ્વારા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી , અને તેમની વિરતા પ્રત્યે નમન કર્યા હતાં.. તો રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ, ટ્વિટ સંદેશ દ્વારા સેનાના વિર જવાનોના સાહસને સલામ કરતાં , આજના દિવસને ભારતીય સૈન્યના શૌર્ય, અને બલિદાનને યાદ કરવાનો દિવસ છે.. તો ગૃહમંત્રી અમિત શાહે પણ કારગિલ વિજય દિવસને લઈને ટ્વિટ સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે, આજનો દિવસ એ દેશનું સ્વાભિમાન, પરાક્રમ અને દ્રઢ નેતૃત્વનું પ્રતિક છે
