પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓ સાથે 67મી વખત કરી ‘મન કી બાત'
Live TV
-
આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સતત 67મી વખત મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓ સાથે પોતાના વિચારો વ્યક્ત કર્યાં હતાં.... આ કાર્યક્રમમાં ક્યાં કયાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશની જનતા સાથે ફરી એકવાર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતાં.. કાર્યક્રમની શરૂઆતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશની જનતાને કારગિલ દિવસની શુભકામના આપી હતી અને ભારતીય સેનાના વીર જવાનોને શ્રદ્ધાંજલિ સભર નમન કર્યા હતાં.. પ્રધાનમંત્રી મોદીએ કારગિલ યુદ્ધ સમયે લાલ કિલ્લા પરથી અટલ બિહારી વાજપેયીએ કરેલા સંબોધનને પણ યાદ કરાવ્યું હતું..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે લડાઈ માત્ર સરહદ પર નથી લડાતી પરંતુ અનેક મોરચે લડવામાં આવે છે. ક્યારેય ક્યારેક લોકો સમજ્યા જ વગર જ સોશિયલ મીડિયા પર એવી બાબતોને વેગ આપી દે છે જે દેશ માટે ખુબ નુકસાન કારક હોય છે.. જીજ્ઞાશા વૃતિમાં આવીને પણ ક્યારેક ખોટું હોવા છતાં પણ લોકો ફોરવર્ડ કરતાં રહે છે..
દેશમાં કોરોના કાળની સ્થિતિનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં રિકવરી રેટ ખુબ સારો છે.. જોકે, સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે, કોરોનાનું જોખમ હજી ટળ્યું નથી એટલે દેશવાસીઓને માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતા જેવી બાબતો પ્રત્યે વધુ સાવધાની રાખવાનું પણ સુચન કર્યું હતું..
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં ગ્રામ્ય વિસ્તારોએ સમગ્ર દેશને એક નવી દિશા બતાવી છે. દેશના અનેક ખેડૂતો, મહિલાઓ અને યુવાઓએ આપત્તિને અવસરમાં બદલતા જોવા મળી રહ્યાં છે.. પ્રધાનમંત્રીએ જમ્મુ, લદ્દાખ, બિહાર, નોર્થઈસ્ટ સહિત કચ્છના કેટલાંક વ્યક્તિઓનો ઉલ્લેખ કરતા આત્મનિર્ભર ભારત બનાવવાની દીશામાં સાહસીક અને પ્રેરણાદાયી કાર્યો કરતાં ઉદાહરણો આપ્યાં હતાં..
આગામી આવી રહેલા રક્ષાબંધનના પર્વનો ઉલ્લેખ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે., કેટલાંક લોકો અને સંસ્થાઓ રક્ષાબંધનને અનોખી રીતે ઉજવણી કરવા માટે અભિયાન ચલાવી રહ્યાં છે. તો કેટલાંક લોકો આ પર્વને વોકલ ફોર લોકલ સાથે પણ જોડી રહ્યાં છે..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રમત-ગમત ક્ષેત્રે આગળ વધેલા ગામડા અને નાના શહેરોમાંથી આવતા સામાન્ય પરિવારના યુવાઓની સરાહના કરી હતી.. તો હાલમાં જાહેર થયેલા બોર્ડની પરિક્ષાના પરિણામમાં પણ આવા વિદ્યાર્થીઓની પ્રતિભા જોવા મળી હોવાનું જણાવ્યું હતું અને કેટલાંક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ સાથે સંવાદ પણ કર્યો હતો..
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં ચોમાસાની ઋતુનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, વરસાદ દરમિયાન થતી ગંદકીના કારણે રોગચાળો વધી જાય છે તેથી આસ-પાસ સ્વચ્છતા જાળવવી અને રોગપ્રતિકારક શક્તિ વધે તે માટે ઉકાળા સહિત આયુર્વેદિક ઔષધીઓનું સેવન કરવાની અપીલ કરી હતી.
પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના કાળાની સ્થિતિમાં આગામી આવનાર 15મી ઓગસ્ટનો પર્વ અનોખી રીતે ઉજવીએ.. આ પર્વે તમામ દેશવાસીઓને મહામારીથી આઝાદી અને આત્મનિર્ભર ભારત બનાવવાનો સંકલ્પ લેવાનો અનુરોધ કર્યો હતો..
