પ્રધાનમંત્રીએ PM સ્વનિધિ યોજનાના કાર્યાન્વયનની સમીક્ષા કરી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવાસ અને શહેરી મામલાના મંત્રાલયની PM સ્વનીધિ યોજનાની સમીક્ષા કરી હતી.. આ યોજના થકી ફેરીયા, નાના ધંધાર્થીઓ અને નાના વેપારીઓના જીવનમાં મોટું પરિવર્તન આવ્યું છે. આ સમીક્ષા બેઠકમાં પ્રધાનમંત્રીને માહિતી આપવામાં આવી હતી કે, આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં 2 લાખ 60 હજાર થી વધુ આવેદન પત્ર મળ્યાં છે.. જેમાંથી 64 હજારથી વધુને મંજુરી આપવામાં આવી છે. અને 5 હજાર 500 થી વધુ માટે નાણાકીય મદદનો લાભ આપવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પારદર્શિતા અને જવાબદેહી અંતર્ગત મોબાઈલ એપ અને વેબ પોર્ટલના માધ્યમ દ્વારા ફંડ ફાળવાણી પ્રક્રિયા પર પ્રશંસા વ્યક્ત કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ફેરીયાઓ અને નાના ધંધાર્થીઓને નાણાકીય મદદ સંપૂર્ણ રીતે ડિજીટલ માધ્યમથી મળવી જોઈએ.. આ મદદ તેમને કાચા માલથી લઈને, તૈયાર ઉત્પાદન અને તેનાં વેચાણ સાથે જોડાયેલી તમામ પ્રક્રિયા માટે મળવી જોઈએ...
