કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિસ્તૃત દિશા-નિર્દેશ જાહેર
Live TV
-
કોવિડ-19 ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે વિસ્તૃત દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્ય સચિવોને પત્ર લખીને સ્વતંત્રતા દિવસ સમારોહ યોગ્ય રૂપે આયોજીત કરવા જણાવ્યું છે. જોકે ગૃહ મંત્રાલયે તમામ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, તેઓ સુરક્ષિત અંતરના માપદંડો ને ધ્યાનમાં રાખીને મોટા આયોજનની મંજૂરી ન આપે. તો સાથે જ લોકો મોટી સંખ્યામાં જોડાય તે માટે ડિજીટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરવા પણ જણાવાયું છે. ગૃહ મંત્રાલયના દિશા નિર્દેશો અનુસાર સુરક્ષાને ધ્યાનમાં રાખી આ વર્ષે લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ સમારોહમાં પ્રધાનમંત્રીનુ ભાષણ, ગાર્ડ ઓફ ઓનર, ધ્વજા રોહણ, રાષ્ટ્રગાન અને ત્રિરંગાના બલુન્સ છોડવામાં આવશે. દિશા નિર્દેશમાં એવી પણ ભલામણ કરવામાં આવી છે કે, આ મહામારીમાં પોતાનું યોગદાન આપનાર કોવિડ યોદ્ધાઓ, જેવા કે ડોક્ટરો, સ્વાસ્થ્ય કાર્યકર્તાઓ, સ્વચ્છતા કર્મીઓ વગેરેને તેમની સેવાઓ માટે સન્માનિત કરવા આમંત્રણ આપવામાં આવે.સરકારે રાજ્ય અને જિલ્લાના અધિકારીઓને આગ્રહ કર્યો છે કે તેઓ આત્મનિર્ભર ભારત અભિયાનને આગળ વધારે અને આત્મનિર્ભરતના વિષય પર આધારિત કાર્યક્રમો ચલાવે.
