કેન્દ્રમંત્રી રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર
Live TV
-
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લગાવેલા લોકડાઉન ફેઈલ જેવા આરોપ અંગે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યા છે.
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લગાવેલા લોકડાઉન ફેઈલ જેવા આરોપ અંગે ભાજપ તરફથી કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપ્યા છે. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી ખોટા અને પાયા વિહોણા આરોપો લગાવી રહ્યા છે, લોકડાઉન અંગે તેમને જે નિવેદન આપ્યું છે તે તદ્દન ખોટુ છે. દુનિયાના 15 જેવા દેશમાં 3 લાખ 43 હજારથી વધુ લોકોના મોત થયા છે જેની સામે ભારતમાં 4 હજારની આસપાસ લોકોએ જીવ ગુમાવ્યા છે
