Skip to main content
Settings Settings for Dark

દેશમાં ગરમીના પ્રમાણમાં થશે ઘટાડો

Live TV

X
  • ગરમીના પ્રકોપનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તર ભારતમાં આજથી મહત્તમ તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તર અને મધ્યભારતમાં વીતેલા કેટલાક દિવસથી લૂનો પ્રકોપ પ્રવર્તી રહ્યો હતો. અનેક સ્થાને તાપમાનનો પારો 47 ડિગ્રીને પાર કરી ગયો હતો. હવામાન વિભાગે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 થી 30 મે દરમિયાન ગરમીમાં રાહત મળવાની શક્યતા છે. આ દરમિયાન ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ધુળ ભરેલી આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે. તે દરમિયાન ગઇકાલે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારમાં ગરમીનો પ્રકોપ જોવા મળ્યો હતો. રાજસ્થાનમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. દિલ્હીમાં પણ તાપમાનનો પારો સામાન્ય કરતાં છ ડિગ્રી ઉંચો નોંધાયો હતો. દિલ્હીમાં પાલમ ખાતે સૌથી વધુ 47.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply