Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે 'મેરા ગાંવ મેરી ધરોહર' પહેલ શરૂ કરશે

Live TV

X
  • આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રોત્સાહન આપવાનો છે

    ગૃહમંત્રી અમિત શાહ આજે આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે ‘મેરા ગાંવ મેરી ધરોહર’ પહેલની શરૂઆત કરશે. રાતે સાંસ્કૃતિક મેપિંગ મિશન હેઠળ સંસ્કૃતિ મંત્રાલયની એક રાષ્ટ્રીય પહેલ છે. અમિત શાહ સાંજે કુતુબ મિનાર ખાતે ભવ્ય પ્રોજેક્શન મેપિંગ શો દરમિયાન આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મને સત્તાવાર રીતે લોન્ચ કરશે. આ વર્ચ્યુઅલ પ્લેટફોર્મ લોકોને ભારતના ગામડાઓ સાથે જોડશે.

    સાંસ્કૃતિક મંત્રાલયે ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ સાથે સંકલન કરીને નેશનલ કલ્ચરલ મેપિંગ મિશન હેઠળ મેરા ગાંવ મેરી ધરોહર પ્રોજેક્ટ શરૂ કર્યો છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 29 રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાયેલા ભારતના 6 લાખ 50 હજાર ગામડાઓનું એક વ્યાપક વર્ચ્યુઅલ પ્લેટફોર્મ પર સાંસ્કૃતિક મેપિંગ કરવાનો છે. 

    આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ભારતની સંસ્કૃતિ અને પરંપરાઓને પ્રોત્સાહન આપવાનો છે, ગ્રામીણ સમુદાયોમાં આર્થિક વિકાસ, સામાજિક સમરસતા અને કલાત્મક વિકાસનો માર્ગ મોકળો કરવાનો છે. આ કાર્યક્રમમાં વિવિધ ગામોના લોકો અને અમિત શાહ વચ્ચે સંવાદ પણ થશે. જે ભારતના ગામડાઓને હૃદય અને આત્મા સાથે જોડવાની અનોખી તક પૂરી પાડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply