Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી આજે રાજસ્થાનના સિકરમાં 1 લાખ 25 હજાર પ્રધાનમંત્રી કિસાન સમિતિ કેન્દ્ર દેશને સમર્પિત કરશે

Live TV

X
  • ખેડૂતોના ખાતામાં 17 હજાર કરોડનો 14મો હપ્તો જમા કરાવશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાજસ્થાનના સીકર ખાતે એક લાખ 25 હજાર પ્રધાનમંત્રી કિસાન સમિતિ કેન્દ્ર-PMKSK રાષ્ટ્રને સમર્પિત કરશે. આ કેન્દ્રો તમામ કૃષિ સંબંધિત ઇનપુટ્સ અને સેવાઓ માટે વન-સ્ટોપ શોપ તરીકે કાર્ય કરશે. ભારત સરકારે હાલની ગામ, બ્લોક અને જિલ્લા સ્તરની ખાતરની છૂટક દુકાનોને મોડેલ ફર્ટિલાઈઝર રિટેલ શોપમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય લીધો છે જેને પ્રધાનમંત્રી કિસાન સમિતિ કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે.

    આ કેન્દ્ર ખેડૂતોની વિવિધ જરૂરિયાતોને પૂરી કરશે અને કૃષિ-ઇનપુટ્સ, માટી અને બિયારણ માટે પરીક્ષણ સુવિધાઓ અને વિવિધ સરકારી યોજનાઓ અંગેની માહિતી પ્રદાન કરશે. પ્રધાનમંત્રી 'યુરિયા ગોલ્ડ' પણ લોન્ચ કરશે. આ સલ્ફર-કોટેડ યુરિયાની નવી જાત છે, જે જમીનમાં સલ્ફરની ઉણપને દૂર કરવામાં મદદ કરશે. કાર્યક્રમ દરમિયાન, તે ડિજિટલ કોમર્સના ઓપન નેટવર્ક પર 1500 ખેડૂત ઉત્પાદક સંસ્થાઓના સમાવેશની શરૂઆત પણ કરશે.
     
    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 14મા હપ્તા તરીકે DBT દ્વારા 8.5 કરોડથી વધુ લાભાર્થીઓને લગભગ 17 હજાર કરોડ રૂપિયાની રકમ રિલીઝ કરશે. પ્રધાનમંત્રી કિસાન સભાને સંબોધશે અને  રાજસ્થાનની વિવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply