કેન્દ્રીય મંત્રીમંડળે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી
Live TV
-
કેન્દ્રીય મંત્રીમંડળે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી દીધી છે. સ્કૂલમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં હવે પાયાથી સુધારનો રસ્તો સ્પષ્ટ થયો છે. વર્ષ 2035 સુધી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં નામાંકન દરને 50 ટકા સુધીના લક્ષ્ય સુધી પહોંચાડવું અને વિધાર્થીઓને અલગ-અલગ સ્તર પર અભ્યાસ છોડવા અથવા પ્રવેશ લેવાની સુવિધા પણ સામેલ છે.
કેન્દ્રીય મંત્રીમંડળે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ને મંજૂરી આપી દીધી છે. સ્કૂલમાં તેમજ ઉચ્ચ શિક્ષણમાં હવે પાયાથી સુધારનો રસ્તો સ્પષ્ટ થયો છે. વર્ષ 2035 સુધી ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં નામાંકન દરને 50 ટકા સુધીના લક્ષ્ય સુધી પહોંચાડવું અને વિધાર્થીઓને અલગ-અલગ સ્તર પર અભ્યાસ છોડવા અથવા પ્રવેશ લેવાની સુવિધા પણ સામેલ છે.
શિક્ષણ ક્ષેત્રની અવ્યવસ્થાને નાબૂદ કરવા સંપૂર્ણ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ રેગ્યુલેટરી બોડી બનાવવામાં આવશે... સરકારી વિદ્યાલયોથી લઇ તમામ ખાનગી યુનિવર્સીટીમાં એક સમાન ધારા-ધોરણ લાગૂ થશે...મહત્વનું છે કે, દેશમાં 45 હજાર જેટલી કોલેજો છે, જે કોઈને કોઈ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. તેના માટે યુજીસી, એઆઈસીટીઈ છે પરંતુ હવે ઉચ્ચ શિક્ષણ માટે માત્ર એક જ નિયામક રહેશે...
ઉચ્ચ શિક્ષણમાં હવે મલ્ટીપલ એન્ટ્રી અને એક્ઝીટનો પણ વિકલ્પ અપાશે...તો પાંચ વર્ષના ઈન્ટીગ્રેટેડ કોર્સ કરનારને એમ.ફિલ કરવું પડશે નહી...સાથે ફી ફિક્સ કરવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે..તો નેશનલ રિસર્ચ ફાઉન્ડેશનમાં વિજ્ઞાનની સાથે સામાજિક વિજ્ઞાન પણ સામેલ કરાશે..તો ઉચ્ચ શિક્ષણમાં આંતરરાષ્ટ્રીકરણ પર પણ ખાસ ભાર અપાશે..
ધોરણ 5 સુધી અનિવાર્ય તેમજ ધોરણ 8 સુધીમાં વૈકલ્પિકરૂપે માતૃભાષાને રાખવા માટે ભલામણ કરાઈ છે. તેમજ ગ્રેડ 3 સુધી તમામ વિદ્યાર્થીઓને પ્રાથમિક સાક્ષરતા અને કોડીંગ પર ભાર મુકાશે. નવી શિક્ષણ નીતિમાં ભારતીય સંસ્કૃતિનો પણ સમાવેશ કરવામાં આવશે...
પ્રત્યેક વિદ્યાર્થીઓની વિશિષ્ટ ક્ષમતાને ઓળખ આપવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓની પરીક્ષા પ્રણાલીમાં પણ સુધારો કરવામાં આવશે. માનવ સંસાધન મંત્રાલયના સચિવ અમિત ખરેએ જણાવ્યું હતું કે, વર્ષ 2030 સુધીમાં દરેક જિલ્લામાં મલ્ટી એજ્યુકેશન, ઉચ્ચ શિક્ષણ સંસ્થાન સ્થપાશે...
આ સાથે બેંક સેવિંગ એકાઉન્ટની જેમ શાળામાં ક્રેડિટ પણ સુરક્ષિત રહેશે...તેમજ અર્લી ચાઈલ્ડહુડ કેર અને એજ્યુકેશન માટે ક્યુરિકુલમ એનસીઈઆરટી દ્વારા તૈયાર કરાશે...જેમાં ત્રણથી 6 વર્ષના બાળકોને વિકસિત કરાશે..માળખાકીય શિક્ષણ માટે ફાઉન્ડેશનલ લિટ્રેસી અને ન્યુમેરેસી પર નેશનલ મિશન શરૂ કરાશે...જેમાં શિક્ષણની રૂપરેખા 5+3+3+4 આધારે તૈયાર કરાશે..
સંસદીય સમિતિમાં વિસ્તારપૂર્વક વિચાર કરીને માત્ર સરકાર, રાજ્ય સરકાર, શિક્ષણવિદ્દથી નહીં પરંતુ લોકો પાસેથી વિચાર માંગવામાં આવ્યા હતા...34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં થયેલા પરિવર્તનથી સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં સુધારો થશે...
