Skip to main content
Settings Settings for Dark

શિક્ષણ ક્ષેત્રમાં પરિવર્તન આવતા લાખો લોકોના જીવનમાં પરિવર્તન આવશેઃ PM

Live TV

X
  • પ્રધાનમંત્રીએ અનેક ટ્વીટ કરતાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી આ પરિવર્તનની રાહ જોવાતી હતી. શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલ આ પરિવર્તન આવનારા સમયમાં લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષા નીતિ 2020 રજૂ કરવા બદલ શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ અનેક ટ્વીટ કરતાં જણાવ્યું કે, શિક્ષણ ક્ષેત્રમાં ઘણા લાંબા સમયથી આ પરિવર્તનની રાહ જોવાતી હતી. શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલ આ પરિવર્તન આવનારા સમયમાં લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, જ્ઞાનના આજના યુગમાં જ્યારે શીખવું, અને નવસર્જન કરવું ખુબ જરૂરી છે ત્યારે નવી શિક્ષા નીતીથી ભારત જ્ઞાનના જીવંત કેન્દ્રના રૂપમાં સામે આવશે. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિને સ્કૂલનું શિક્ષણ મળે તે સુનિશ્ચિત કરવા માટે વધારે મહત્વ આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે, નવો અભ્યાસક્રમ બાળકોની માનસિક ક્ષમતાઓના વિકાસ માટે દુનિયાભરમાં સ્વીકારવામાં આવેલ શ્રેષ્ઠ રીતોને અનુરૂપ હશે. તો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રીમંડળને નવી શિક્ષણ નીતી મંજુર કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રીએ ટ્વીટ સંદેશમાં જણાવ્યું હતું કે આ નવી શિક્ષણ નીતી ઉચ્ચ શિક્ષણમાં આમુલ પરિવર્તન આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply