કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતીય અન્ન નિગમને ઝડપથી આધુનિક બનાવવાની જરૂર જણાવી
Live TV
-
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ભારતીય અન્ન નિગમને ઝડપથી આધુનિક બનાવવાની જરૂર જણાવી છે. શ્રી ગોયલે દિલ્હીમાં અન્ન નિગમના 59મા સ્થાપના દિવસની ઉજવણીના ઉદઘાટન પ્રસંગે બોલતાં કહ્યું હતું કે, દેશના લોકોને ગરીબોને અને ખેડૂતોને મદદરૂપ બની શકે તે માટે તેનો ઝડપથી કાયાકલ્પ કરવો જોઈએ.
મંત્રીએ અન્ન નિગમ અને કેન્દ્રીય વખાર નિગમના આધુનિકરણ પર અઠવાડિક ધોરણે દેખરેખ રાખવાની અન્ન અને જાહેર વિતરણ વિભાગના સચિવને સૂચના આપી હતી. તેમણે કહ્યું હતું કે, આ બંને નિગમોના આધુનિકરણમાં સહકાર નહીં આપનારા કે વિલંબ કરનારા અધિકારીઓ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.
ભારતીય અન્ન નિગમમાં કથિત ભ્રષ્ટાચારના કેસોની તપાસ વિષે બોલતાં મંત્રીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચાર માટે જવાબદારમાંથી કોઈને પણ છોડવામાં નહીં આવે. તેમણે ઉમેર્યું હતું કે, અન્ન નિગમ ભ્રષ્ટાચારને સ્હેજ પણ સહન નહીં કરવાના સિધ્ધાંતને ચૂસ્તપણે અનુસરશે. તેમણે અન્ન નિગમ દ્વારા ખાસ કરીને કોવિડ-19 રોગચાળા દરમિયાન કરોડો દેવાસીઓને અન્ન વિતરણની દુનિયાની સૌથી મોટી વ્યવસ્થા કરવા બદલ નિગમની પ્રશંસા કરી હતી.
