Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર આજે સાંજે 7 કલાકે દેશના તમામ સામુદાયિક રેડિયો પર કરશે વાર્તાલાપ 

Live TV

X
  • કોઇ મંત્રી એક સાથે તમામ સામુદાયિક રેડિયો સ્ટેશનોના માધ્યમથી લોકો સુધી પહોંચી રહ્યા હોય તેવું આ પ્રથમ વખત બની રહ્યું છે

    દેશવાસીઓ સુધી પહોંચવાની એક અનન્ય પહેલરૂપે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકર આજે સાંજે 7 વાગે દેશમાં સામુદાયિક રેડિયો દ્વારા લોકો સાથે જનસંપર્ક કરશે. આ વાર્તાલાપનું પ્રસારણ દેશમાં તમામ સામુદાયિક રેડિયો સ્ટેશનો પર એક સાથે કરવામાં આવશે.

    આ વાર્તાલાપનું પ્રસારણ બે ભાગમાં કરવામાં આવશે જેમાંથી એક ભાગ હિન્દીમાં અને બીજો અંગ્રેજીમાં રહેશે. શ્રોતાઓ FM ગોલ્ડ (100.1 MHz) બેન્ડ પર ટ્યૂન કરીને પણ સાંજે 7:30 કલાકે હિન્દીમાં અને 9:10 કલાકે અંગ્રેજીમાં મંત્રીશ્રીનો વાર્તાલાભ સાંભળી શકશે.

    કોવિડ સંબંધિત સંદેશાવ્યવહાર માટે દેશમાં તમામ વર્ગો સુધી પહોંચવાના સરકારના પ્રયાસોના ભાગરૂપે આ વાર્તાલાપ કરવામાં આવશે. દેશમાં લગભગ 290 સામુદાયિક રેડિયો સ્ટેશનો છે અને તે સાથે મળીને પાયાના લોકો સુધી પહોંચવા માટે એક વિરાટ મંચ પૂરો પાડે છે. આ વાર્તાલાપનો ઉદ્દેશ્ય ભારતમાં છેવાડાના અને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકો સુધી પહોંચવાની શક્તિનો ઉપયોગ કરવાનો છે.

    કોઇ મંત્રી એક સાથે તમામ સામુદાયિક રેડિયો સ્ટેશનોના માધ્યમથી લોકો સુધી પહોંચી રહ્યા હોય તેવું આ પ્રથમ વખત બની રહ્યું છે. આ વાર્તાલાપ દરમિયાન મંત્રીશ્રી સામુદાયિક રેડિયો સ્ટેશનોમાંથી આવેલા પ્રશ્નોના ઉત્તર પણ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply