રેલવેના ટિકિટ બુકિંગ કાઉન્ટર ફરી આજથી શરૂ, એજન્ટ પણ ટિકિટ કરી શકશે બુકિંગ
Live TV
-
ટિકિટ બુકિંગ કાઉન્ટર ખોલવાની રેલવેએ લીલી ઝંડી આપી છે. આ ઉપરાંત, સામાન્ય સેવા કેન્દ્ર અને એજન્ટને ટિકિટ બુક કરવાની મંજૂરી આપવામાં આવી છે. રેલ્વે મંત્રાલયે તમામ જીએમને જરૂરી શરતોમાં આરક્ષણ કાઉન્ટરો કેટલા ખોલવા તે નક્કી કરવા જણાવ્યું છે. જોકે, રેલવેએ સ્પષ્ટ કર્યું છે કે શ્રમિક ટ્રેનના મુસાફરોનું નિયંત્રણ હજી પણ સંબંધિત રાજ્યોના હાથમાં રહેશે.
રેલવે પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે, આજથી દેશભરના એક લાખ 70 હજાર સામાન્ય સેવા કેન્દ્રોમાં ટ્રેનની ટિકિટનું બુકિંગ ફરી શરૂ થશે. તેમણે જણાવ્યું હતું કે દૂરસ્થ વિસ્તારોમાં રહેતા આવા લોકો પણ આ સુવિધા મેળવી શકે છે જ્યાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સુવિધા ઓછી ઉપલબ્ધ છે અથવા તો બિલકુલ ઉપલબ્ધ નથી.
રેલવે પ્રધાને કહ્યું કે 1 મેથી અત્યાર સુધીમાં આશરે 30 લાખ મજૂરો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને 2 હજાર 50 વિશેષ ટ્રેનો દ્વારા તેમના ઘરે પરિવહન કરવામાં આવ્યા છે.
