Skip to main content
Settings Settings for Dark

ટિકિટ બુકિંગ માટે  સોફ્ટવેરનો ઉપયોગ કરનારા એજન્ટો સામે રેલ્વે કડક કાર્યવાહી કરશે : રેલ મંત્રી પિયુષ ગોયલ

Live TV

X
  • દેશભરમાં લગભગ 1.7 લાખ સામાન્ય સેવા કેન્દ્રો પર ટ્રેનની ટિકિટ બુકિંગ ફરી શરૂ થશે. તેમણે કહ્યું કે આગામી 2 થી 3 દિવસમાં જુદા જુદા સ્ટેશનોના કાઉન્ટરો પર પણ બુકિંગ ફરી શરૂ થશે અને રેલવે આ સંદર્ભે એક પ્રોટોકોલ વિકસાવી રહ્યું છે.

     

    કેન્દ્રીય રેલ્વે મંત્રી પિયુષ ગોયલે કહ્યું હતું કે ટિકિટ બુક કરાવવા માટે સોફ્ટવેરનો ઉપયોગ કરનારા એજન્ટો સામે રેલ્વે કડક કાર્યવાહી કરી રહી છે.ગુરુવારે ટ્વીટની શ્રેણીમાં તેમણે કહ્યું હતું કે, જો કોઈ એજન્ટ મુસાફરની પાસે આવે છે અને ટિકિટ બુક કરાવવાની ઓફર કરે છે, તો મુસાફરને વિનંતી કરવામાં આવે છે કે તે એજન્ટ સામે 138 ફરિયાદ નંબરનો ઉપયોગ કરશે.

    મંત્રીએ કહ્યું કે, રેલવેએ 1 જૂનથી 200 ટ્રેનોના સંચાલનની ઘોષણા કરી, જેમાંથી બુકીંગ ગુરુવારે સવારે 10 વાગ્યે શરૂ થયું.

    તેમણે કહ્યું કે, 1 મેના રોજ ચાર ટ્રેનો દોડાવવામાં આવી હતી જેમાં 5 હજાર જેટલા સ્થળાંતર કામદારો તેમના ઘરે ગયા હતા. તેમણે ઉમેર્યું કે, ગઈકાલે 279 ટ્રેનો દોડાવવામાં આવી હતી, જેમાં પાંચ લાખ પરપ્રાંતિય મજૂરો, વિદ્યાર્થીઓ અને ફસાયેલા પ્રવાસીઓને તેમના ઘરે મોકલવામાં આવ્યા હતા.

    કોવિડ -19 રોગચાળા સામે લડવાની નવી દિશા બતાવવા બદલ ગોયલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, વડા પ્રધાને રેલ્વે કોચને આઇસોલેશન કોચમાં ફેરવવાનો વિચાર આપ્યો હતો અને રેલવે અને આરોગ્ય મંત્રાલય સાથે આ વિચારની ચર્ચા કર્યા પછી પાંચ હજાર કોચને આઇસોલેશન કોચમાં ફેરવવામાં આવ્યા છે.

    અગાઉ, ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા સાથેની એક વીડિયો વાતચીતમાં મંત્રીએ કહ્યું કે, આવતીકાલે દેશભરમાં લગભગ 1.7 લાખ સામાન્ય સેવા કેન્દ્રો પર ટ્રેનની ટિકિટ બુકિંગ ફરી શરૂ થશે. તેમણે કહ્યું કે આગામી 2 થી 3 દિવસમાં જુદા જુદા સ્ટેશનોના કાઉન્ટરો પર પણ બુકિંગ ફરી શરૂ થશે અને રેલવે આ સંદર્ભે એક પ્રોટોકોલ વિકસાવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply