દેશ પ્રતિદિન 1 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટિંગ માટે સક્ષમ, રિકવરી રેટ 40% થી વધુ
Live TV
-
કોવિડ-19ના કેસોના ડેટા પરથી જાણવા મળ્યું છે કે, ભારતે કોવિડ-19ના ફેલાવાની ગતિ નિયંત્રણમાં રાખવામાં ઘણા અંશે સફળતા મેળવી છે. દેશનો ઓછો મૃત્યુ દર સમયસર કેસોની ઓળખ અને તેનું યોગ્ય તબીબી વ્યવસ્થાપન દર્શાવે છે. આજદિન સુધીમાં 40.2%થી વધુ પુષ્ટિ થયેલા દર્દીઓ સાજા થવા સાથે કુલ 45299 દર્દીઓ કોવિડ-19 બીમારીથી મુક્ત થયા છે. અહીં નોંધનીય છે કે, ભારત દ્વારા આ બીમારીના વ્યવસ્થાપન માટે અપનાવવામાં આવેલા તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલ અસરકારક રહ્યા છે.
દેશમાં પ્રતિદિન 1 લાખથી વધુ કોરોના સેમ્પ્લ્સનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. આ ટેસ્ટિંગ દેશની 555 ટેસ્ટિંગ લેબ્સ માથી કરવામાં આવે છે. જેમાથી 391 સરકારી લેબો છે અને 164 પ્રાઇવેટ લેબ્સ છે. આ ઉપરાંત દેશમાં અત્યારે 3027 કોવિડ હોસ્પિટલ ઉપલબ્ધ છે અને 6.5 લાખ જેટલા કોવિડ કેર સેન્ટર તૈયાર કરવામાં આવેલ છે. વધુમાં, દેશમાં 2.81 લાખ આઇશોલેસન બેડ અને 31250 આઇસીયુ બેડ ઉપલબ્ધ છે.
