કેન્દ્ર સરકારની NEET-PG કાઉન્સીલીંગ માટે આર્થિક નબળા વર્ગના વિદ્યાર્થીઓની વાર્ષિક આવક મર્યાદા 8 લાખ રૂ. કરવા તરફેણ
Live TV
-
કેન્દ્ર સરકારે, સર્વોચ્ચ અદાલતમાં જણવ્યું છે કે NEET-PG કાઉન્સીલીંગ માટે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટેની આવકની વાર્ષિક મર્યાદા,આઠ લાખ રૂપિયા રાખવાનો નિર્ણય યથાવત રાખવા ઈચ્છે છે.
અદાલતમાં રજૂ કરેલાં સોગંદનામામાં કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે તેનો આ નિર્ણય, નિષ્ણાતોની સમિતિએ કરેલી ભલામણોના આધારે લેવાયો છે. પ્રવેશ માટેની પાત્રતાના નિયમમાં આ તબક્કે ફેરફાર કરવાથી અત્યારે ચાલી રહેલી પ્રવેશની કામગીરીમાં મુશ્કેલી ઉભી થઇ શકે છે. નિષ્ણાતોની સમિતિએ આવતા શૈક્ષણિક વર્ષથી પાત્રતા નિયમોમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે.
ઉલ્લેખનીય છે કે સર્વોચ્ચ અદાલત છઠ્ઠી જાન્યુઆરીથી NEET-PG ને લગતી અરજીઓની સુનાવણી હાથ ધરવાની છે.
