કેન્દ્ર સરકારે સંસદના બજેટ સત્રની કાર્યવાહી સુનિશ્ચિત કરવા 31 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠકનું કર્યું આયોજન
Live TV
-
કેન્દ્ર સરકારે સંસદના બજેટ સત્રની કાર્યવાહી સુનિશ્ચિત કરવા 31 જાન્યુઆરીએ સર્વપક્ષીય બેઠકનું આયોજન કર્યું છે. કોરોના મહામારીને પગલે બેઠકનુ આયોજન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું છે.બંને ગૃહમાં વિવિધ રાજનૈતિક પક્ષોના નેતાઓને બેઠકમાં આમંત્રિત કરાયા છે. સંસદીય કાર્ય મંત્રીએ ટ્વીટ કરી જણાવ્યુ છે કે,બજેટ સત્રનુ પહેલુ ચરણ 31 જાન્યુઆરીએ શરૂ થઇ રહ્યુ છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. કોવિડ પ્રોટોકોલ સુનિશ્ચિત કરવા બંને ગૃહની બેઠકનુ આયોજન અલગ-અલગ શિફ્ટમા કરાશે. રાજ્યસભાની બેઠક સવારે 10 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અને લોકસભાની બેઠક સાંજે ચાર વાગ્યાથી રાતે નવ વાગ્યા સુધી ચાલશે.બજેટસત્રનુ પ્રથમ ચરણ 11 ફેબ્રુઆરી સુધી યોજાશે. તો બીજુ ચરણ 14 માર્ચથી 8 એપ્રિલ સુધી ચાલશે.
