ભારતીય શેરબજારની આજે ઘટાડા સાથે થઇ શરૂઆત, કારોબાર લાલ નિશાન નીચે
Live TV
-
ભારતીય શેરબજારમાં ગઈકાલની રજા બાદ આજે ફરી એકવાર ઘટાડા સાથે કારોબારની શરૂઆત થઇ છે. 5 દિવસના સતત ઘટાડા બાદ મંગળવારની રિક્વરીએ રાહત આપ્યા બાદ આજે ફરી એકવાર લાલ નિશાન નીચે કારોબાર નજરે પડી રહ્યો છે. સવારે 9.20 વાગે સેન્સેક્સ 1000 આંક તૂટીને કારોબાર કરતો નજરે પડ્યો હતો.તો, નિફ્ટી પણ 1.73 ટકા મુજબ 300 આંકના નુકસાન સાથે જોવા મળ્યો હતો.યુએસમાં ફેડની બેઠક બાદ યુએસ માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી અને યુએસ માર્કેટ લાલ નિશાન સાથે બંધ થયા હતા. જેની અસર આજે ભારતીય શેર બજાર પર જોવા મળી છે.શેર્સની વાત કરીએ તો, રિલાયન્સ, મારુતિ સુઝુકી, HDFC બેંક, ટેક મહિન્દ્રા, ટાટા સ્ટીલના શેર્સ લાલ નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે.જયારે એક્સીસ બેંક, ONGC અને શીપ્લા ના શેર્સ લીલા નિશાન સાથે કારોબાર કરી રહ્યા છે.કોમોડીટીની વાત કરીએ તો, સીના અને ચાંદીના ભાવમાં પણ આજે ઘટાડો નોંધાયો છે.જેમાં સોનું 48 હજે 200ની આસપાસ જયારે ચાંદી 63 હજાર 200ની આસપાસ છે.
