Skip to main content
Settings Settings for Dark

કોરોનાકાળમાં પાર્ટી કાર્યકર્તાઓ દ્વારા કરાયેલ સેવાકાર્યોની PMએ કરી સમીક્ષા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે ભાજપના 'સેવા હી સંગઠન' કાર્યક્રમ ભાગ લઈ રહ્યા છે. આ દરમ્યાન પ્રધાનમંત્રી જુદા જુદા રાજ્યોના ભાજપના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી રહ્યા છે.

    આ કાર્યક્રમમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રેલવે મંત્રી પીયૂષ ગોયલ પણ હાજર રહ્યા છે. આ કાર્યક્રમમાં લૉકડાઉન દરમ્યાન ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવેલ રાહત કાર્યોની સમીક્ષા કરવામાં આવી રહી છે.

    આ કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ સંબોધન કરતા કહ્યું કે, 'પ્રધાનમંત્રી કે જેઓ વૈશ્વિક વ્યક્તિત્વ ધરાવે છે અને પાર્ટીના કાર્યો માટે સમય આપે છે, તે આપણા સૌના માટે મહત્વનું છે. કોરોના સંકટ દરમ્યાન પ્રધાનમંત્રીએ ઘણા મહત્વના નિર્ણયો લીધા, પછી તે આર્થિક પેકેજ હોય કે સમય પર લૉકડાઉન હોય. હું બધા તરફથી પ્રધાનમંત્રીનું સ્વાગત કરું છું અને તેમને ધન્યવાદ આપું છું કે, તેમણે પાર્ટીના કાર્યક્રમ માટે પોતાનો કિંમતી સમય આપ્યો છે.'

    વધુમાં તેમણે જણાવ્યું કે, કોરોના સંકટ દરમ્યાન પ્રધાનમંત્રીએ જ્યારે 20 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી તો અન્ય દેશોએ પણ તેમના વખાણ કર્યાં. વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાયેલા આ કાર્યક્રમમાં બે લાખ કરતાં વધુ કાર્યકરોએ, ભાગ લીધો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, કે લોકડાઉન દરમિયાન , ભાજપના અદના કાર્યકર દ્વારા કરવામાં આવેલી જરૂરીયાતમંદોની સેવા અવિસ્મરણીય છે.

    ભાજપના કાર્યકરો અને નેતાઓની ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમમાં નિરંતર લોક સેવા કરવા કાર્યકરોને આહ્વાન કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply