Skip to main content
Settings Settings for Dark

ભારે ઉકળાટ અને અસહ્ય બફારા બાદ રાજધાની દિલ્હીમાં મેઘરાજાની પધરામણી

Live TV

X
  • છેલ્લાં ઘણાં દિવસના ઉકળાટ અને અસહ્ય બફારા બાદ રાજધાની દિલ્હીમાં મેઘરાજાની પધરામણી થઈ હતી. ભારે પવન સાથે ખાબકેલા વરસાદે દિલ્હી એનસીઆરના અનેક વિસ્તારોને તરબોળ કરી દીધા હતાં. જેના કારણે દિલ્હીવાસીઓને ગરમીથી રાહત મળી હતી.

    આ તરફ મહારાષ્ટ્રમાં પણ મેઘરાજાએ પોતાની મહેર યથાવત રાખી હતી. રાજ્યના મુંબઈ., પાલઘર, થાણે , રાયગઢ., જિલ્લામાં હજી પણ હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ઉત્તરપ્રદેશના અનેક જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે.

    તો આસામમાં પૂરની પરિસ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. રાજ્યના 33 માંથી 18 જિલ્લા હજી પણ પુરની પરિસ્થિતિ છે અને આશરે 10 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. આસામમાં અસરગ્રસ્તો માટે 171 જેટલાં રાહત અને બચાવ શિબિરો કાર્યરત કરવામાં આવી છે.

    જ્યારે રાજ્યમાં પુરઅસરગ્રસ્ત વિસ્તારોમાં NDRF અને SDRF દ્વારા રાહત અને બચાવ કાર્ય પુરજોશમાં ચાલી રહ્યું છે. રાજ્યમાં પુરના કારણે અત્યાર સુધીમાં 37 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં હજી પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply