કોરોનાથી મૃત્યુદર 2.18 ટકા, રિકવરી રેટ 64.54 ટકા પર
Live TV
-
દેશમાં ગઇકાલે કોવિડ-19ના રેકોર્ડબ્રેક 55,078 પોઝિટિવ કેસ નોંધાયા, 779 દર્દીઓ કોરોના સામે જંગ હાર્યા તો વધુ 37,223 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે...આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો 16 લાખને પાર કરી ચૂક્યો છે...દેશમાં કોરોનાના હાલ 5.45 લાખથી વધારે કેસ સક્રિય છે તો કુલ નોંધાયેલા 16.39 લાખમાંથી 10.57 લાખથી વધારે દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચૂક્યા છે...તો કોરોનાના કારણે દેશમાં કુલ મૃત્યુઆંક 35,747 પર પહોંચ્યો છે....
જો કે રાહતની વાત એછે કે કોરોનાથી મૃત્યુદર ઘટીને 2.18 ટકા થયો છે...તો રિકવરી રેટ વધીને 64.54 ટકા પર પહોંચ્યો છે...દેશમાં ગઇકાલે 6.40 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા..અત્યાર સુધીમાં ટેસ્ટિંગનો કુલ આંકડો 1.88 કરોડને પાર પહોંચ્યો છે...સ્વાસ્થ્ય મંત્રાલયે પ્રતિ દિવસ 10 લાખ ટેસ્ટ કરવાનો નિશ્ચય કર્યો છે...
