Unlock-3: 5 ઓગષ્ટથી તમામ યોગ કેન્દ્રો અને જિમને મંજૂરી
Live TV
-
ગૃહમંત્રાલયે અનલોક 3ની નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી
ગૃહમંત્રાલયે અનલોક 3ની નવી ગાઈડલાઈન જાહેર કરી છે, જે પ્રમાણે કન્ટેઈનમેન્ટ ઝોનની બહારના વિસ્તારોમાં વધુ કામકાજો માટે મંજૂરી આપવામાં આવી છે. અનલોક-3 કે જે 1લી ઓગસ્ટ,2020થી અમલી બનશે તેમાં તબક્કાવાર પ્રક્રિયામાં કામગીરીઓને પુનઃશરૂ કરવા માટે લીલીઝંડી આપવામાં આવી છે. 5 ઓગષ્ટથી તમામ યોગ કેન્દ્રો અને જિમને મંજૂરી આપવામાં આવી છે. સાથે જ રાત્રી કફ્ર્યુ હટાવી લેવામાં આવ્યો છે. નવી ગાઇડલાઇન મુજબ કન્ટેઇનમેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉનનું કડક પાલન કરવું પડશે.તો, 31 ઓગસ્ટ સુધી તમામ શાળા, કોલેજ, કોચિંગ ક્લાસીસ ખુલી શકશે નહિ. સાથે મેટ્રો ટ્રેન તેમજ મનોરંજન પાર્ક, સ્વિમિંગપુલ ,થિયેટર પણ નહીં ખોલાય. વંદે ભારત મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય પ્રવાસને મંજૂરી અપાશે.સાથે જ 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસે સામાજિક અંતર , ફરજીયાત માસ્ક તેમજ સ્વાસ્થ્યને લગતી બાબતોનું ધ્યાન રાખીને ઉજવણી કરવા માટે મંજૂરી અપાઈ છે
