Skip to main content
Settings Settings for Dark

મુસ્લિમ મહિલાઓના અધિકાર માટે ટ્રીપલ તલાક કાયદો લાવ્યાને આજે એક વર્ષ પૂર્ણ

Live TV

X
  • કેન્દ્ર સરકાર દ્વારા મુસ્લિમ મહિલાઓ માટેના અધિકારો માટે ત્રણ તલ્લાક કાયદો ઘડ્યાને એક વર્ષ પૂર્ણ થયું છે,.., જેના ઉપક્રમે આજે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ મનાવવામાં આવી રહ્યો છે.. આ પ્રસંગે કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદ, કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાની અને કેન્દ્રીય અલ્પસંખ્ય મામલાના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વી આજે મુસ્લિમ મહિલાઓ સાથે વાતચીત કરશે.. માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે, કાયદો બન્યા બાદ ત્રણ તલ્લાકના બનાવમાં 82 ટકા જેટલો ઘટાડો થયો છે.. આ અંગે તેમણે ટ્વિટ સંદેશ દ્વારા વધુમાં જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં મોદી સરકારે ત્રણ તલ્લાકનો અંત લાવ્યો હતો.. જેનાથી સમાજમાં મહિલાઓની સાથે સશક્તિકરણની સાથે તેમના આત્મસન્માનની રક્ષા પણ થઈ છે.. તો કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે પોતાના ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, જેન્ડર જસ્ટિસ, સમાનતા., અને મહિલા સશક્તિકરણની દીશામાં ત્રણ તલ્લાક પર રોકનો કાયદો એક ઐતિહાસિક પગલું રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-05-2026 Max Temp : °C Min Temp : °C
apply