બિહાર અને આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ચિંતાજનક
Live TV
-
બિહાર અને આસામમાં પુરની સ્થિતિ હજી પણ ચિંતાજનક છે.. બિહારના 14 જિલ્લા પુરથી અસરગ્રસ્ત થયાં છે.. નેપાળમાં ભારે વરસાદ થવાના કારણે ત્યાંની નદીઓનું જળસ્તર વધતા બિહારની કોશી અને ગંડક નદીનાં જળસ્તરમાં વધારો થયો છે. જેના કારણે રાજ્યનાં 40 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયાં છે.. પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં 19 રાહત શિબિર અને એક હજારથી વધુ રસોડા કાર્યરત કરવામાં આવ્યાં છે.. પુરના કારણે 4 લાખ 87 હજાર હેક્ટર જમીનમાં તૈયાર થયેલો પાક સંપૂર્ણ પણે નાશ પામ્યો છે.. કૃષિ વિભાગે કહ્યું છે કે, પૂરના પાણી ઉતર્યા બાદ જ નુકસાનીનો સાચો અંદાજો લગાવી શકાશે.. આ તરફ આસામમાં પુરની સ્થિતિમાં આંશિક સુધારો થયાં બાદ ફરી ભારે વરસાદના કારણે પરિસ્થિતિ વધુ ચિંતાજનક બની ગઈ છે. રાજ્યમાં પુરપ્રકોપના કારણે અત્યાર સુધીમાં 108 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યના 33 માંથી 22 જિલ્લાની આશરે 12 લાખથી વધુની જનસંખ્યા પુરથી અસરગ્રસ્ત થઈ છે. તો 135 રાહત શિબિરોમાં 29 હજાર 981 જેટલાં લોકોએ આશ્રય લીધો છે. NDRF અને SDRFની ટીમ સતત પુરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે..
