કોરોનાનો પ્રિકોશન ડોઝ 10 જાન્યુઆરીથી આપવામાં આવશે
Live TV
-
કોરોના રસીનો પ્રિકોશન ડોઝ એટલે કે ત્રીજા ડોઝ માટે કો-વિન પોર્ટલ પર નવેસરથી રજીસ્ટ્રેશન કરવાની જરૂર પડશે નહિ. કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ હતુ કે, આ માટે પાત્રતા ધરાવતા લોકો સીધી એક અપોઈન્ટમેન્ટ લઇ શકે છે અથવા રસીકરણ કેંદ્ર પર જઇને સીધો ત્રીજો ડોઝ લઇ શકે છે. લાભાર્થીઓએ પહેલા 2 ડોઝ જે રસીના લીધા હતા માત્ર તે જ રસીનો ત્રીજો ડોઝ અપાશે. 25 ડિસેમ્બરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 થી 18 વર્ષની વયના બાળકોના રસીકરણની શરૂઆત સાથે-સાથે, આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઇન વર્કર્સ, અને કો-મોર્બિડિટી વાળા 60 વર્ષના વૃદ્ધો માટે, પ્રિકોશન ડોઝ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રિકોશન ડોઝ 10 જાન્યુઆરીથી આપવામાં આવશે.
