Skip to main content
Settings Settings for Dark

દેશમાં 24 કલાકમાં કોરોનાના 1 લાખ 41 હજાર 986 કેસ નોંધાયા

Live TV

X
  • છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 હજાર 895 દર્દી સાજા થયા

     દેશભરમાં કોરોના ફરી ચિંતાજનક રીતે વધી રહ્યો છે. દેશમાં 24 કલાકમાં 1 લાખ 41 હજાર 986 કેસ નોંધાયા હતા. આ છેલ્લા 6 મહિના બાદનો સૌથી ચિંતાજનક વધારો છે. તો છેલ્લા 24 કલાકમાં દેશમાં 40 હજાર 895 દર્દી સાજા થયા હતા. દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો વધીને 4 લાખ 72 હજાર 169 પર પહોંચ્યો છે. તો સામે દેશમાં અત્યાર સુધી કુલ 3.44 કરોડથી વધારે દર્દીઓએ કોરોનાને માત આપી છે. તો છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 285 દર્દીના મૃત્યુ થયા હતા. દેશમાં રસીકરણની કામગીરી પણ, પૂરજોશમાં ચાલી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રસીના 90.59 લાખથી વધુ ડોઝ અપાયા  હતા. આ સાથે દેશમાં અત્યાર સુધી 150.06 કરોડ રસીના ડોઝ અપાયા  હતા. દિલ્હીમાં વધતા જતા કોરોના સંક્રમણને જોતા વિકેન્ડ લાગુ કરાયો છે.. રાજધાનીમાં શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી સોમવારે સવારે 5 વાગ્યા સુધી કરફ્યુનો અમલ થઈ રહ્યો છે. ગોવા સરકારે કોરોના સંક્રમણ નિયંત્રણ લાવવા રાજ્યમાં મહામારી રોગ અધિનિયમ લગાવ્યો છે. તો ઉતરાખંડમાં પણ કોરોના સંક્રમણ વધતા, કડક દિશાનિર્દેશ લાગુ કરાયા છે. બીજી તરફ દેશના 27 રાજ્યોમાં ઓમીક્રોનનું સંક્રમણ પણ ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. અત્યાર સુધીમાં ઓમીક્રોનના કુલ 3 હજાર 71 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 1 હજાર 203 દર્દીઓ સાજા થયાં છે. મહારાષ્ટ્રમાં ઓમીક્રોનના કુલ 876 અને દિલ્લીમાં 513 કેસ છે. તો, વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીફ ટેડરોસ અધનોમે Omicronને હળવાશથી ન લેવા માટે ચેતવણી આપી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply