દેશના 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
Live TV
-
ભારતનું ચૂંટણી પંચ આજે બપોરે સાડા ત્રણ વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પ્રેસ કોન્ફેરેન્સ વિજ્ઞાન ભવનમાં યોજાશે. આ પ્રેસ કોન્ફરન્સમાં ગોવા, પંજાબ, મણિપુર, ઉત્તરાખંડ, અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી અંગે અમુક નિર્ણયો જાહેર કરવામાં આવશે. 5 રાજ્યો ગોવા, મણિપુર, પંજાબ, ઉત્તર પ્રદેશ, અને ઉત્તરાખંડમાં વિધાનસભાની ચૂંટણીઓ આગામી થોડા મહિનામાં યોજાવાની છે.. આ પ્રેસ કોન્ફરન્સમાં આજે 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની તારીખ અંગે જાહેરાત કરવામાં આવશે. અગાઉ પાંચ રાજ્યોમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે ચૂંટણી મંડળે આરોગ્ય મંત્રાલય સાથે બેઠક યોજી હતી. ઘણા રાજકીય પક્ષોએ પહેલેથી જ રાજકીય રેલીઓ રદ કરવાની જાહેરાત કરી છે અને કોરોનાને પગલે ડિજિટલ કેમ્પેઈન્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
