દેશે કોરોના રસીકરણ અભિયાનમાં મોટી સિદ્ધિ હાંસલ કરી
Live TV
-
અત્યાર સુધીમાં દેશમાં 150 કરોડ થી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા
ભારતે કોરોના રસીકરણમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. દેશ અત્યાર સુધી 150 કરોડ થી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતુ કે, નવા વર્ષની શરૂઆત દેશે 15 થી 18 વર્ષની વયના બાળકોના રસીકરણ સાથે કરી હતી. આજે વર્ષના પહેલા મહિનાના પહેલા સપ્તાહમાં ભારતે 150 કરોડ રસીના ડોઝ આપવાની ઐતિહાસિક સિદ્ધિ પણ મેળવી છે. વિશ્વના મોટા ભાગના દેશ માટે આ આંકડો આશ્ચર્યથી ઓછો નથી. ભારત માટે આ નવી ઇચ્છાશક્તિનુ પ્રતિક છે જે અસંભવને સંભવ કરવા માટે કઇ પણ કરવાની હિંમત રાખે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યુ હતુ કે, આજે ભારતની વયસ્ક જનસંખ્યામાંથી 90 ટકાથી વધુ લોકોને રસીનો પ્રથમ ડોઝ અપાઇ ગયો છે. માત્ર 5 દિવસની અંદર જ 1.5 કરોડ થી વધુ બાળકોનુ રસીકરણ કરવામાં આવ્યુ છે. આ સિદ્ધિ સમગ્ર દેશની છે. પ્રધાનમંત્રીએ ટ્વીટ કરી જણાવ્યુ હતુ કે, 150 કરોડ રસીના ડોઝનો આંકડો પાર થવા પર દેશવાસીયોને અભિનંદન પાઠવુ છુ. આપણા રસીકરણ અભિયાનને સફળ બનાવવા સહકાર આપેલ તમામ લોકો પ્રત્યે દેશ કૃતજ્ઞ છે. અમે આપણા ડોક્ટરો, વૈજ્ઞાનિકો, ઇનોવેટર્સ, અને રસી મુકનાર તમામ સ્વાસ્થ્યકર્મીઓનો આભાર પ્રગટ કરી છીએ. આ સાથે તેમણે તમામ લોકોને રસી લેવા અપીલ કરી હતી. તો સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા એ ટ્વીટ કર્યુ હતુ કે, જ્યારે બધાજ સાથે મળીને પ્રયત્ન કરે છે ત્યારે,કોઇ પણ લક્ષ્ય પ્રાપ્ત થઇ શકે છે.
