કોરોના અપડેટઃ 24 કલાકમાં કોરોનાના 1,67,059 નવા કેસ નોંધાયા, 1192 દર્દીઓના મૃત્યુ
Live TV
-
અત્યાર સુધીમાં કુલ 3,92,30,198 દર્દીઓ સ્વસ્થ છે. આજે નોંધાયાલા કુલ કેસ સાથે હાલ દેશમાં કોરોના વાયરસના કુલ સક્રિય કેસનો આંકડો 17,43,059 પર પહોંચ્યો છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના 14,28,672 લોકોના ટેસ્ટ કરાયા છે અને અત્યાર સુધીમાં કોરોનાના 73,06,97,193 લોકોના ટેસ્ટ કરાયા છે. દેશમાં કોરોનાનો સાપ્તાહિક પોઝિટીવીટી દર 15.25 ટકા છે અને રોજનો પોઝિટીવીટી દર 11.69 ટકા છે. હાલ દેશનો કોરોના રિકવરી રેટ 94.60 ટકા પર પહોંચ્યો છે.
કોરોના રસીકરણ મહાઅભિયાન શરુ થયાને એક વર્ષ પુર્ણ થઈ ચુક્યું છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 61,45,767 લોકોને રસી અપાઈ છે. અત્યાર સુધીમાં કુલ 1,66,68,48,204 રસીના ડોઝ અપાઈ ચુક્યા છે.
