Skip to main content
Settings Settings for Dark

સરકારે બજેટ સત્રના સુચારૂ સંચાલન માટે સર્વપક્ષીય બેઠક બોલાવી, વર્ચ્યુઅલ બેઠક યોજાશે

Live TV

X
  • સરકારે બજેટ સત્રના સુચારૂ સંચાલન માટે તમામ રાજકીય પક્ષનો સહયોગ મળી રહે તે હેતુસર આજે બપોરે ત્રણ વાગે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. કોવિડની સ્થિતીને કારણે આ બેઠકનું આયોજન વરચ્યુઅલ થશે. બેઠકમાં સંસદના બંને ગૃહોના રાજકીય પક્ષોના નેતાઓને નિમંત્રણ આપવામાં આવ્યું છે. રાજ્યસભાના સભાપતિ એમ.વેંકૈયા નાયડુએ પણ ગૃહના સુચારૂ કામકાજને સુનિશ્ચીત કરવા માટે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. 

    ઉલ્લેખનીય છે કે, આજે લોકસભામાં બજેટ રજૂ કરવામાં આવશે. લોકસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પરના અભિનંદન પ્રસ્તાવ પર બુધવારથી ચર્ચા શરૂ થશે. કોવિડ ગાઈડલાઈનનું સુચારુપે પાલન થાય તે માટે સંસદના બંને ગૃહો બંને પાળીમાં કામ કરશે. આ નિયમો 2 ફેબ્રુઆરીથી લાગુ થશે. રાજ્યસભાની કાર્યવાહી સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી અને લોકસભાની કાર્યવાહી સાંજે 4 થી 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. બજેટ સત્રનો પ્રથમ ભાગ 11 ફેબ્રુઆરી સુધી ચાલશે. જોકે લોકસભાની બેઠક પહેલી ફેબ્રુઆરીએ સવારે 11 વાગે શરૂ થશે. બજેટ સત્રનું બીજુ સત્ર 14 માર્ચથી 8 એપ્રિલ સુધી યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply