Skip to main content
Settings Settings for Dark

નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ 2022-23 રજૂ કર્યું અને સંબોધન કર્યું

Live TV

X
  • બજેટ સત્રમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2022-23નું બજેટ રજૂ કર્યું હતું નાણામંત્રીએ આ સાથે જ બજેટ સત્રને સંબોધન કર્યું હતું અને બજેટના વિવિધ લક્ષ્યો વિશે માહિતી આપી હતી. પોતોના સંબોધનમાં નાણામંત્રીએ કેન્દ્ર સરકારની ઉપલબ્ધતાઓ ગણાવી હતી. નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, બજેટમાં આગામી 25 વર્ષની બ્લૂપ્રિન્ટ બનાવાઈ છે અને તે મુજબ 2047ના વર્ષ સુધીના વિકાસને ધ્યાનમાં રાખીને આ વખતે બજેટ બનાવાયું છે. ગયા વર્ષના બજેટમાં કરાયેલી ઘણી પહેલોથી પ્રગતી થઈ છે. 

    આ વર્ષના બજેટ વિશે માહિતી આપતાં તેમણે જણાવ્યું કે આ વર્ષમાં યુવાનો, ખેડૂતો, ઉદ્યોગો વગેરે મુદ્દાઓને આવરી લઈને 60 લાખ નવી નોકરીઓ આપવાનો અને આગામી 5 વર્ષમાં 30 લાખ રોજગાર ઉત્પન્ન થશે. LICનો આઈપીઓ પણ ટૂંક સમયમાં લાવવામાં આવશે. આ વર્ષના બજેટમાં દેશનો વિકાસદર 9.27 ટકા રહેવાનો અંદાજ મુકાયો છે.

    એક વર્ષમાં નવા હાઈવે બનાવામાં આવશે જેથી રાષ્ટ્રીય રાજમાર્ગના નેટવર્કમાં 25000 કિલોમીટરનો ઉમેરો થશે. આ સાથે જ PPP ધોરણે 60 કિમી લાંબા 8 રોપ-વે પણ બનાવવામાં આવશે. વર્ષ 2023ને મોટા અનાજના વર્ષ તરીકે જાહેર કરાયું છે. ખેડૂતોને ડિજિટલ સર્વિસ આપીને ઓર્ગોનિક ખેતી તરફ વાળવા માટે સરકારનું આયોજન છે. કેન્દ્ર સરકારે 44,605 કરોડની લાગતથી કેન-બેતવા લિંક પરિયોજના બનાવાનું આયોજન કર્યું છે. આ સાથે જ દેશની મોટી પાંચ નદીઓને લિંક કરવાના ડ્રાફ્ટને પણ મંજૂરી મળી છે. 

    વધુમાં નાણામંત્રીએ જણાવ્યું કે, 'કિસાન ડ્રોન્સ'નો ઉપયોગ પાકના મુલ્યાંકન માટે કરવામાં આવશે. ઉધમ, ઈ-શ્રમ એનસીએસ અને અસીમ પોર્ટલ્સને લીંક કરવામાં આવશે. 5 વર્ષમાં 6 હજાર કરોડના ખર્ચે આરએમપી શરુ કરાશે અને કૌશલ વિકાસ પરિયોજનાઓ શરુ કરાશે. વન ક્લાસ વન ચેનલના સુત્ર સાથે ધોરણ 12 સુધીના વોર્ગોની ચેનલો વધારીને 200 ચેનલો કરવામાં આવશે. 

    મહિલાઓ અને બાળકોના વિકાસ માટે કેન્દ્ર સરકાર મિશન શક્તિ, મિશન વાત્સ્લ્ય અને આંગણવાડી યોજનામાં કામ કરાશે અને દેશની 2 લાખ આંગણવાડીઓનો સક્ષમ આંગણવાડીઓ તરીકે વિકાસ કરવામાં આવશે. બોર્ડર વિસ્તારના દૂરના ગામો માટે વાઈબ્રન્ટ વિલેજ યોજના દ્વારા કામ કરાશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply