કોરોના મહામારીને પગલે CBSEએ ધો.10-12ની પરીક્ષા રદ્દ કરી
Live TV
-
ધોરણ 12 ના વિદ્યાર્થીઓનું પરિણામ ગત ત્રણ પરીક્ષાના મુલ્યાંકનને આધારે નક્કી કરાશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની નહી રહે જરૂરિયાત.
કોરોના મહામારીને કારણે સમગ્ર દેશની અર્થ વ્યવસ્થા થી માંડીને સામાજીક વ્યવસ્થા પર અસર પડ઼ી છે. તેમાં પણ શિક્ષણ વ્યવસ્થા પર વિપરિત અસર થઇ છે. જેના આજે CBSEએ ધોરણ 10 અને 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો છે.
સાથે સાથે ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ પાછલી ત્રણ પરીક્ષાનું મુલ્યાંકન કરીને તેના આધારે નક્કી કરવામાં આવશે. સાથે સાથે ધોરણ 12ના વિદ્યાર્થીઓને બીજા વર્ષે પરીક્ષા આપવાનો વિકલ્પ પણ મળશે. તો ધોરણ 10ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવાની જરુર નહી રહે.
સાથે સાથે ICSEએ પણ ધોરણ 10ની પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. દિલ્હી, તમિલનાડુ, અને મહારાષ્ટ્રએ પરીક્ષા યોજવાની અમર્થતા દાખવતા આ નિર્ણય લેવાયો છે.
