સ્વાસ્થય મંત્રાલયની એક ટીમ આવતીકાલથી ગુજરાતની મુલાકાતે
Live TV
-
આ વચ્ચે દેશભરમાં કોરોના સંક્રમિતોના પરીક્ષણની સુવિધામાં વધારો કરવાના હેતુથી લેબની સંખ્યા પણ વધારવામાં આવી છે. અત્યાર સુધી કુલ 1 હજાર સાત લેબમાં ટેસ્ટિંગ થતું હતું.
સ્વાસ્થય મંત્રાલયની એક ટીમ શુક્રવારથી ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણા રાજ્યોની મુલાકાત લેશે અને રાજ્ય સરકારના અધિકારીઓ સાથે કોવિડ-19 ના આયોજન અને તેના પ્રયાસોને સુદ્દઢ કરવા અને તેની સાથે તાલમેળ ઉભો કરવા અંગે ચર્ચા કરશે.
જેમાંથી 734 સરકારી ક્ષેત્રમાં અને 273 પ્રાઈવેટ ક્ષેત્રમાં દર્દીઓના ટેસ્ટિંગ કરી રહી છે. જ્યાં જાન્યુઆરીમાં મર્યાદિત સંખ્યામાં કોરોના દર્દીઓના ટેસ્ટિંગ થયા, તો છેલ્લા 24 કલાકમાં દેશમાં બે લાખ 7 હજાર 871 ટેસ્ટિંગ કરવામાં આવ્યા.
