Skip to main content
Settings Settings for Dark

PM મોદી આજે ઉત્તર પ્રદેશમાં રોજગાર અભિયાનનો કરાવ્યો પ્રારંભ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાનનો પ્રાંરભ કરાવ્યો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરપ્રદેશના 6 જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સંવાદ પણ કર્યો હતો.

    ઉત્તરપ્રદેશના તમામ જિલ્લાનાં ગામ કોમન સર્વિસ સેન્ટર અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રોના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. યુપી સરકાર ઉદ્યોગો અને અન્ય સંગઠનો સાથે ભાગીદારી કરીને આ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાનનો હેતુ રોજગાર પ્રદાન કરવું અને સ્થાનિક ઉદ્યોગોને વેગ આપવાનો છે. આમ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર કોવિડ-19ની વિપરીત અસરના પગલે પોતાના ઘરે પરત આવેલા પ્રવાસી શ્રમિકોને રોજગારી પુરી પાડવા માટે સતત પ્રયાસ કરી કરી રહી છે.

    આવા પ્રવાસી શ્રમિકો માટે ગત સપ્તાહે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ કલ્યાણ રોજગાર અભિયાનની શરૂઆત કરાવી હતી. જેનો હેતુ મહામારી દરમિયાન પોતાના ઘરે પરત આવેલા પ્રવાસી કામદારોને સશક્ત બનાવવા અને પોતાના જ વિસ્તારમાં આજીવિકાનો અવસર પુરો પાડવાનો છે. આજ અભિયાનને આગળ ધપાવતા ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકાર આત્મનિર્ભર ઉત્તરપ્રદેશ રોજગાર અભિયાન શરૂ કરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply