બિહારના 23 જિલ્લામાં વીજળી પડતા 83 લોકોનાં મોત, PM મોદીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો
Live TV
-
બિહારમાં ચોમાસાએ શરૂઆતમાં જ તેનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. રાજ્યના 23 જિલ્લામાં વીજળી ત્રાટક્તા 83 લોકોનાં મોત થયાં છે. જ્યારે મુશળધાર વરસાદ અને નદીઓમાં આવેલા ઘોડાપૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. ખેતરોમાં કામ કરતા ખેડૂતો પર વીજળી ત્રાટકતા કેટલાંક લોકો સ્થળ પર જ ભડથુ થઈ ગયા હતાં.
જ્યારે દાઝી જનારા કેટલાંક લોકોનાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં ભારે વરસાદના અને વીજળીના કારણે 24 લોકોનાં મોત થયાં છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટનાને લઈને ઉંડો શોક વ્યક્ત કર્યો છે. અને તમામ મદદની ખાતરી આપી છે.પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટ સંદેશમાં આ અંગે દુઃખ પ્રગટ કરતા રાજ્ય સરકારોને તમામ મદદ કરવાની ખાતરી આપી છે તેમજ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ ઉત્તરપ્રદેશ અને બિહારમાં વિજળી પડવાથી લોકોના થયેલા મોતની ઘટના પર દુખ અને સંવેદના વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિએ પોતાના ટ્વિટ સંદેશમાં જણાવ્યું છે કે, રાજ્ય પ્રશાસન રાહત કાર્યમાં લાગી છે.
