45 વર્ષ પહેલા લાદવામાં આવેલી કટોકટીને ટ્વીટ કરીને PM નરેન્દ્ર મોદીએ કરી યાદ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં ઇમરજન્સીના 45 વર્ષ પૂર્ણ થવા પર એક ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટ સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે 45 વર્ષ પહેલા દેશમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી હતી.
તે સમય દરમ્યાન ભારતમાં લોકતંત્રની રક્ષા માટે , જે લોકોએ સંઘર્ષ કર્યો, પીડાઓ વેઠી, તે તમામને , મારા શત શત નમન. તેમના ત્યાગ અને બલીદાનને દેશ ક્યારેય ભૂલશે નહીં. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ દેશમાં ઈમરજન્સીના 45 વર્ષ પૂર્ણ થવા પર કોંગ્રેસ પક્ષ પર નિશાન સાધ્યું હતું.
આ અંગે તેમણે ટ્વિટ સંદેશમાં જણાવ્યું હતું કે, 45 વર્ષ પહેલાં એક પરિવારની સત્તાની ભૂખના કારણે , દેશમાં આપાતકાલ લાગુ થયો હતો. રાતોરાત દેશને જેલમાં બદલી નાખવામાં આવ્યો હતો. પ્રેસ, ન્યાયાલય, બોલવાની આઝાદી તમામને કચડી નાખવામાં આવ્યાં હતાં.
