કોરોના મહામારી અને પૂરની સ્થિતિ મુદ્દે પ્રધાનમંત્રીએ 7 રાજ્યોના CM સાથે કરી ટેલિફોનિક ચર્ચા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે વાતચીત દરમિયાન રાજ્યમાં પુરની સ્થિતિ પર સમીક્ષા કરી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોના મહામારી અને પુરની સ્થિતિ વિશે ફોન પર ચર્ચા કરી હતી. આ રાજ્યોમાં બિહાર, આસામ, આંધ્રપ્રદેશ, તેલંગાણા. તમિલનાડુ અને હિમાચલ પ્રદેશ સહિત ઉત્તરાખંડનાં મુખ્યમંત્રીઓનો સમાવેશ થાય છે. ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ સાથે વાતચીત દરમિયાન રાજ્યમાં પુરની સ્થિતિ પર સમીક્ષા કરી હતી. સાથે જ પ્રધાનમંત્રીએ આસામના બાગજાન કુવામાં લાગેલી આગ પર કાબૂ મેળવવા માટે લેવામાં આવી રહેલા પગલાં અને કોરોના મહામારી સામે બચાવ માટેના પગલાંની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. તેમણે એમ પણ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યની પરિસ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરતા , શક્ય તમામ મદદની ખાતરી આપી છે. સાથે જ તેમણે કહ્યુ છે, કે આ મુશ્કેલીના સમયે તેઓ રાજ્યના લોકોની સાથે છે.
