કોરોના મુદ્દે આજે અમિત શાહ સર્વપક્ષીય બેઠક યોજશે
Live TV
-
રવિવારે પણ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ સાથે બે વાર બેઠક કરી હતી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને અંકુશમાં લાવવા મુદ્દે ગઇકાલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને ઉપ રાજ્યપાલ અનિલ બૈજલ સાથે બે વાર બેઠક કરી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રી આજે આ મુદ્દે સર્વપક્ષીય બેઠક યોજશે. ગૃહ મંત્રી આ બેઠકમાં કોરોના વાયરસના વધી રહેલા કેસોને અટકાવવાના ઉપાય પર તમામ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે. આ બેઠક માટે ભાજપ, કોંગ્રેસ આપ અને બસપાને નિમંત્રણ આપવામાં આવ્યું છે.દિલ્હીમાં કોવિડ-19ની સંખ્યા અંદાજે 39 હજાર નજીક પહોંચી ગઇ છે. આરોગ્ય અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. કેન્દ્ર અને રાજ્ય સરકારની એજન્સી સમન્વય સાથે સંકટનો સામનો કરે તે માટે પ્રયાસ થઇ રહ્યા છે.
